સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા આરોગ્ય કચેરી ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. વિનોદકુમાર જે. મુંગડના માર્ગદર્શન હેઠળ ” બેટી બચાઓ – બેટી પઢાવો “ અંતર્ગત લોક જાગૃતિ અંગેનો વર્કશોપ યોજાયો હતો. જેમાં તલોદ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ , નગરપાલિકાના પૂર્વ સભ્યશ્રીઓ તેમજ સરપંચશ્રીઓએ હાજરી આપીને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ તેમજ સ્ત્રી-પુરુષ ભેદભાવ અને સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ બાબતે માહિતી મેળવીને જાહેર જનતામાં જનજાગૃતિ લાવવા માટે શપથ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.