હારીજ શહેરમાં સ્ટેશન વિસ્તારની અંદર તરસ્કરોએ એક મકાનમાં રોકડ અને ધરેણાંની ચોરી કરીને ફરાર થયા છે. પરિવાર મહેસાણા હોસ્પીટલમાં દવા લેવા ગયો હતો. તસ્કરો હાથ ફેરો કરી ફરાર થયાં. આ મામલે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.
હારીજ સ્ટેશન રોડ ઉપર રહેતા પ્રવિણસિંહ નાથુસિંહ વાધેલા તેમની પત્નીને મહેસાણા ખાતે હોસ્પીટલમાં દવા ચાલતી હોવાથી બતાવવા માટે અને દવા લેવા માટે ગયા હતા. તેમનો દિકરો મહેસાણા ખાતે રહેતો હોવાથી ત્યાં રોકાયા હતા. હારીજ ખાતે તેમના નવા મકાનમાં અંબેશ્વર ખાતે આવ્યા ત્યારે સ્ટેશન રોડ ઉપર જુના મકાનની
બાજુમાં રહેતા પાડોસીનો ફોન આવ્યો તમારા મકાનમાં ચોરી થઈ હોય તેવું લાગી રહ્યું છે. પ્રવિણસિંહે સ્ટેશન રોડ ઉપર મકાન જોવા ગયા ત્યારે અજાણ્યો ઈસમો મકાનનું તાળુ તોડીને સામાન વેરવીખેર કરીને દાગીના રોકડ સહીત ચોરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું.
ઘરમાં તપાસ કરતાં ચાંદીના દાગીના ૪૦૦ ગ્રામ કિ.રૂ. ૮ હજાર અને સોનાના દાગીના બંગડી, દોરો, નાના બાળકની વીંટી સહીત રૂપિયા ૧૫ હજારના અને રોકડ રકમ રૂપિયા ૫૦ હજારની અને ટોટલ રકમ રૂપિયા ૭૩ હજારની ચોરી થઈ હોવાનું જણાતાં આ બાબતે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ હારીજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.