લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા ચીલાકોટા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ત્રણ(૩) જીવતા કારતુસ સાથે આરોપીને ઝડપી પાડી હથિયાર ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) ધારાનો કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સીધી સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી ડૉ.રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ નાઓએ જિલ્લામા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સારૂ તેમજ મધ્યપ્રદેશ બોર્ડર તેમજ રાજસ્થાન બોર્ડર ઉપરથી પ્રવેશતા છુપા માર્ગો ઉપરથી ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી રોકવા તેમજ હથિયારના કેસો શોધી કાઢવા સારૂ એલ.સી.બી.દાહોદને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામા ઝડપાયેલ આરોપીઓ ઉપર તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ ગોઠવી,તેઓની ગતિવિધી ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતી.દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોર નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી. પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા તથા એલ.સી.બી. ની ટીમ જિલ્લામા કાર્યરત હતી દરમ્યાન પો.ઇન્સ.શ્રી એલ.સી.બી.નાઓને મળેલ બાતમી આધારે એલ.સી.બી. ટીમના માણસોએ વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી લીમખેડા પો.સ્ટે. વિસ્તારના ચીલાકોટા ગામે ચોકડી ઉપર દેશી હાથ બનાવટના કટ્ટા તથા ત્રણ જીવતા કારતુસ સાથે એક ઇસમને ઝડપી પાડી હથીયાર તથા કારતુસ કબ્જે કરી તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી લીમખેડા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ.

પકડાયેલ આરોપીનુ નામ:- કિલરાજ કસનાભાઇ તડવી ઉ.વ.૧૯ રહે.ચીલાકોટા જુના ગામ ફળીયા ૭. લીમખેડા જી.દાહોદ

કબ્જે કરેલ મુદ્દામાલ:-

અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટનો કટ્ટો-૧ તથા જીવતા કારટીસ-૩ મળી કુલ કિ.રૂ.૨૧૫૦/- નો મુદ્દામાલ. Gil

સારી કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ:-

(૧) પો.ઇન્સ.શ્રી કે.ડી.ડિંડોર એલ.સી.બી.દાહોદ (૨) પો.સ.ઇ.શ્રી એમ.એલ.ડામોર (૩) પો.સ.ઇ.શ્રી જે.બી.ધનેશા (૪) ASI રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૦૯૯૭ (૫) ASI કરણભાઇ બચુભાઇ બ.નં.૧૦૧૧ (૬) HC જસપાલસિંહ નરેન્દ્રસિંહ બ.નં.૧૧૨૯ (૭) HC અશોકભાઇ ભીમજીભાઇ બ.નં.૦૮૧૮ (૮) HC રીકેશભાઈ ચીમનભાઇ બ.નં.૦૬૧૫ (૯) HC કિરીટભાઇ ભીમાભાઇ બ.નં.૧૦૩૫ (૧૦) PC.મહેશભાઇ તોફાનભાઈ બ.નં.૦૧૭૭ (૧૧) PC મનહરભાઈ રાધુભાઇ બનં.૧૧૬૮ (૧૨) PC મુકેશભાઇ મથુરભાઇ બ.નં.૧૧૯૫ (૧૩) PC પ્રિતકુમાર રમેશભાઇ બ.નં.૧૦૯૭ (૧૪) PC દિનેશભાઇ મોહનભાઇ બ.નં.૧૨૫૮ (૧૫) PC.ભરતજી મેતાજી બ.નં.૦૦૨૦ (૧૬) PC.દિપકભાઇ મિનેશભાઇ બ.નં.૧૧૪૨ એલ.સી.બી.દાહોદ ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )

આમ, લીમખેડા પો.સ્ટે.વિસ્તારમા ચીલાકોટા ગામેથી ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર દેશી હાથ બનાવટનો કટ્ટો તથા ત્રણ(૩) જીવતા કારતુસ સાથે આરોપીને ઝડપી પાડી હથિયારનો કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.