દિયોદરના તપસ્વી વિદ્યા સંકુલને આંબેડકર ઓપન યુનિ.નું. અભ્યાસ કેન્દ્ર મળ્યું,,,હવે દિયોદરનું તપસ્વી વિદ્યાસંકુલ ઘરે બેઠાં ગ્રેજ્યુએટ કરતાંય મોટા બનાવશે...ઘર આંગણે સવલત વધતાં હવે ઘરે બેઠા પણ અભ્યાસ કરી શકાશે..બનાસકાંઠાના શૈક્ષિણક વિકાસમાં ભારે વેગ આવ્યો છે. ત્યારે દિયોદર ખાતે નોંધપાત્ર સાથે નામના કમાયેલા શ્રી તપસ્વી સંકુલના સંચાલકે હવે ઘેર બેઠાં અભ્યાસની તક ઉપલબ્ધ બનાવી છે.આ સંકુલમાં ઓપન યુનિવર્સિટીનું અભ્યાસ કેન્દ્ર મંજુર કરાયું છે જેમાં કોઈપણ ઉમરના લોકો મનમાની ડીગ્રી હાંસલ કરી શકશે. હેમચંદ્રાચાર્ય ઉં. ગુ.યુનિવર્સિટી દ્વારા દિયોદર તપસ્વી આર્ટ્સ કૉલેજ ને બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ કેન્દ્ર ની મજૂરી મળી ગઈ છે. તપસ્વી સંકુલ ના સંચાલક ડાયાભાઈ પટેલે જણાવ્યુ હતુ કે અમે અમારા વિદ્યાથીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શ્રી તપસ્વી સંકુલને અભ્યાસ કેન્દ્રની મંજુરી સાથે ઘરે બેઠાં અભ્યાસ કરવા ઇચ્છુક સૌને તક પુરી પાડવાના આશયથી અમે આંબેડકર ઓપન યુનિવર્સિટી ના અભ્યાસ ની કેન્દ્ર ની મંજૂરી માંગી હતી.ત્યારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ના સંચાલક મંડળે શ્રી તપસ્વી સંકુલ ને અભ્યાસ કેન્દ્ર ની મંજૂરી આપી દીધી છે. અને અભ્યાસક્રમો પણ ફાળવી દીધા છે. ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરાશે તેવું જણાવ્યું હતું...