હાલોલ તાલુકાના ઘનસર આંટા ગામે એક મકાનની પાછળના ભાગે આવેલ ખેતરમાં એક મહાકાય ખૂંખાર મગર ટહેલતો જોવા મળતા ઘનસર આંટા ગામના લોકોમાં ભારે ભય સાથે ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો જેમાં બનાવ અંગેની જાણ તાત્કાલિક વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુની ટીમના કર્મચારીઓને કરવામાં આવતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યું ટીમના કર્મચારીઓ સુભાષભાઈ પરમાર,રાજેન્દ્રસિંહ પરમાર,નિલેશભાઈ સોલંકી સહિતના કર્મચારીઓ તાત્કાલિક આ ખૂંખાર અને મહાકાય મગરનું રેસ્ક્યુ કરવાના સાધનો સાથે ઘનસર આંટા ગામ ખાતે દોડી આવ્યા હતા જેમાં ખેતરમાં આરામથી આમતેમ ટહેલતા મહાકાય મગરનું ભારે જહેમત બાદ સાવચેતી અને સલામતીપૂર્વકની વાઇલ્ડ લાઈફ રેસક્યું ટીમના કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેમાં ઝડપાયેલા મગરની લંબાઈ ૯ ફૂટ ૭ ઇંચ જેટલી હોવાની માહિતી મળવા પામી છે અને ગામના તળાવમાં આવી ચડેલો આ મગર તળાવમાંથી બહાર નીકળી ખેતરમાં આવી ગયો હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું જેમાં ઘનસર આંટા ગામે ખેતરમાંથી ૯ ફૂટ થી પણ વધુ લંબાઈ ધરાવતા મહાકાય ખૂંખાર મગરનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુંની ટીમ દ્વારા તેની ઝડપી લેવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવી રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે ઝડપાયેલા આ મહાકાય ખૂંખાર મગરને પાવાગઢના ધોબી કુવા ખાતે આવેલા રેસ્ક્યું સેન્ટર ખાતે સહી સલામત છોડી મુકાયો હોવાની પણ માહિતી મળવા પામી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं