પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ૨૩ રોજમદાર ડ્રાઇવરોને તેમની નોકરીમાંથી છૂટા કરે કરાવી નહીં કે નોકરી શરતોમાં ફેરફાર કરે કરાવે નહીં તેવો ઔદ્યોગિક અદાલત વડોદરા ની કોર્ટમાંથી મનાઈ હુકમ 

કાલોલ તા ૨૭/૦૯/૨૩

ગુજરાત સરકારની ગાંધીનગર મુકામે આવેલી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના તાબા હેઠળ ચાલતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત નર્મદા કરજણ ના જુદા જુદા તાલુકામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષોથી ફરજ બજાવતા પીએચસી ના ડ્રાઈવરો કે જેઓને વર્ષોથી નોકરી કરતા કામદારોને તેમની પાંચ વર્ષ કરતાં વધુ સમયની નોકરી હોવા છતાં સરકારશ્રીના નિયત કરે પરિપત્ર આધારિત તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્રના મુજબના કોઈ લાભો આપવામાં આવતા ન હતા જે બાબતથી નારાજ થઈ સામુહિક કામદારોએ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરતા ફેડરેશન દ્વારા ગુજરાત સરકારના લાગતા વળગતા તેવા અધિકારીઓને ૨૩ જેટલા જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઇવરોને સરકારશ્રીના પરિપત્ર મુજબ લાભો આપવા બાબતે અને કાયમી કરવા માટે ડિમાન્ડ નોટિસ આપેલ પરંતુ તેનો કોઈ અમલ ન થતા તે બાબતનો વિવાદ ઔદ્યોગિક ન્યાય પંચ વડોદરા સમક્ષ ઉપસ્થિત કરેલ જેનો કેસ નંબર રેફરન્સ આઈટી ૧૮૯/૧૯ પડેલ જે વિવાદના અરસા દરમિયાન ઔદ્યોગિક અદાલત દ્વારા બંને પક્ષકારોને નોટિસ ઈસ્યુ કરવામાં આવેલ તે અરસા દરમિયાન સંસ્થાના જે તે પી એચ સી ના અધિકારીઓ દ્વારા કેસ પડતર હોવાના અરસા દરમિયાન અદાલતની પૂર્વ મંજૂરી મેળવ્યા સિવાય ડ્રાઇવરોની નોકરીમાં શરતોમાં ફેરફાર કરવા તેમજ અયોગ્ય મજૂર પ્રથાનું આચણ કરી છુટા કરવા બાબતે પૂર્વયોજિત આયોજન કરેલ પરંતુ અને આ બાબતની જાણ ડ્રાઇવર બંધુઓને થતા એ બાબતની જાણ ફેડરેશન ને કરેલ જેને લઇ ફેડરેશન ન્યાયપંચ વડોદરા સમક્ષ મનાઈ અરજી

નંબર ૧૩/૨૨ દાખલ કરે જે અરજી ચાલી જતા બંને પક્ષારોને સાંભળી ઔદ્યોગિક અદાલત નંબર(૨) વડોદરાના પ્રમુખ અધિકારી જયેશકુમાર એસ પટેલ દ્વારા કામદાર તરફે એ એસ ભોઈ ની દલીલો સાંભળીતારીખ ૧૬/૯/૨૩ ના રોજ હાલ ચાલતા રેફરન્સ કેસના આખરી નિકાલ સુધી ફરજ પર ના ડ્રાઇવર ભાઈઓને તેમની નોકરીની શરતોમાં કોઈ ફેરફાર કરવો કરાવો નહીં કે નોકરીમાંથી છૂટા કરવા કે કરાવવાનહીં એવો આદેશ કરતા શ્રમયોગીઓને નવું જીવન મળેલ છે