ગુજરાત કો-ઓપરેટીવ મીલ્ક માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ આણંદનો નકલી નિમણૂંક પત્ર બનાવી તેમજ બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના બનાવટી સિક્કા સહિથી બનાસડેરીમાં ત્રણ વ્યકિતઓને નોકરી અપાવવા આવેલો એમ. ડી.ના વતન ધિણોજના શખ્સને રંગેહાથ ઝડપી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બનાસ ડેરીમાં અમુલ ફેડરેશનનો નકલી નિમણુંક પત્ર બનાવી તેમજ બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સહકારી સંઘના બનાવટી સહિ સિક્કાથી સિધ્ધપુર તાલુકાના મામવાડાના દલસંગભાઇ ઘેમરભાઇ ચૌધરી અને ધિણોજના ભરતભાઇ ગોવિંદભાઇ ચૌધરી પાસેથી રૂપિયા 5 લાખ લઇ તેની સાથે રૂબરૂ બનાસડેરીમાં નોકરી અપાવવા માટે આવેલા ડેરીના એમ. ડી. સંગ્રામભાઇ ચૌધરીના વતન ચાણસ્મા તાલુકાના ધિણોજના વિષ્ણુભાઇ ચૌધરીને શનિવારે ઝડપી લેવાયો હતો.

 ગઠિયાએ દલસંગભાઇ ચૌધરીના પુત્ર પિયુષ, ભરતકુમાર ચૌધરી અને હેમાનીબેન ચૌધરીને નોકરી આપવાની લાલચ આપી નાણાં લીધા હતા. આ અંગે બનાસ ડેરીના લીગલ ઓફિસર ચંદ્રેશકુમાર ત્રંબકલાલ પંડ્યાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વિષ્ણુ ચૌધરીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ડેરીમાં ગુરૂવારે મહેસાણાના નાની દાઉના વિષ્ણુજી ઠાકોર તેમના પુત્ર દિક્ષિતની નોકરી માટે અમૂલ ફેડરેશન લિ.આણંદનો લેટરપેડ લઇને આવ્યા હતા.