લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારી જતાં અફડાતફડી મચી જવા પામી હતી. છાલીયા તળાવ પાસે ટેન્કર પલટી મારી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં LPG ગેસ ભરેલુ ટેન્કર પલટી મારતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર આ ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી. આ અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.