અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમવીરસિંહ સાહેબ,

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબનાઓએ મિલકત સબંધી ગુના 

અટકાવવા તથા આવા ગુના કરતા આરોપીઓ શોધી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા

જરુરી સુચના આપવામા આવેલ હતી, 

જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન

હેઠળ ટીમના પો.સબ.ઇન્સ.શ્રી આઇ.એમ. ઝાલા તથા ટીમના માણસો ઉપરોકત ગુન્હાના

આરોપીઓ ઝડપી પાડવા સારૂ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં જે 

દરમિયાન ટીમના H.C.હિતેશકુમાર જગજીવનભાઇ તથા P.C.કૌશિકકુમાર કાંતિભાઇ નાઓને વિશ્વાસપાત્ર અને ચોકક્સ સંયુકત બાતમી હકિકત મળેલ કે, “ નવરંગપુરા તથા કાગડાપીઠ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ ક્રોમાં મોલમાં સ્ટાફની નજર ચુકવી કિંમતી ઇયર બર્ડસની ચોરી થયેલ છે,

જે મોલમાં થયેલ ચોરી સબંધે CCTV ફુટેજ ચેક કરતાં ચોરી કરનાર ઇસમ હિરેન અશોક કુમાર નંદનવાર જે વસ્ત્રાલ ખાતે રહેતો હોવાનુ જણાઈ આવેલ છે. હાલમાં સદરી ઈસમ મણીનગર ભુલાભાઇ ચાર રસ્તા પાસે આવેલ બહુચરમાતાના મંદિર પાસે જાહેરમાં ઉભો છે.”જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા અમદાવાદ શહેર મણીનગર ભુલાભાઇ ચાર

રસ્તા પાસે આવેલ બહુચરમાતાના મંદિર પાસે જાહેરમાંથી આરોપી હિરેન અશોકકુમાર નંદનવાર,ઉ.વ.૩૪ રહે,મકાન નં.૭, સ્વાગત ગ્રીન બંગ્લોઝ,વસ્ત્રાલ મેટ્રો રેલ્વે સ્ટેશન પાસે,વસ્ત્રાલ અમદાવાદ શહેરનાને સોની કંપનીના ઇયર બર્ડસ નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/ સાથે ઝડપી મુદ્દામાલ CRPC.કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે,

સદર પકડાયેલ આરોપીની પુછપરછમાં ગઇ તા.૨૨/૦૭/૨૦૨૨ ના રોજ નવરંગપુરા

આશ્રમરોડ ઉપર આવેલ ક્રોમા મોલમાંથી બપોરના સમયે મોલમાં હાજર કર્મચારીની નજર ચુકવી સોની કંપનીના ઇયર બર્ડસ નંગ-૨ ની ચોરી કરેલ. તેમજ તે જ દિવસે કાંકરીયા ખાતે આવેલ ક્રોમા મોલમાંથી પણ કર્મચારીની નજર ચુકવી સોની કંપનીના ઇયર બર્ડસ નંગ-૨ ની ચોરી કરેલ હોવાની

હકિકત જણાવેલ છે,

જે બાબતે રેકર્ડ ઉપર ખાત્રી તપાસ કરતાં નીચે મુજબના ગુન્હાઓ ડીટેકટ થયેલ છે,

(૧) નવરંગપુરા પો.સ્ટે.પાર્ટ એ ફરીયાદ નં.૧૧૧૯૧૦ ૩૬૨૨૦૩૨૬/૨૨ IPC.કલમ

૩૮૦ મુજબ,

(૨) કાગડાપીઠ પો.સ્ટે.પાર્ટ એ ફરીયાદ નં.૧૧૧૯૧૦૨૫૨૨૦૮૦૨/૨૨ IPC.કલમ ૩૮૦ મુજબ,

આરોપીને વધુ તપાસ અર્થે નવરંગપુરા પો સ્ટે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.