આજે અમાસ છે ત્યારે અમાસ ના દિવસે માંગરોળ તાલુકા માં કોટડા ગામ પાસે અતિ પૌરાણિક કામનાથ મહાદેવ નું મંદિર આવેલું છે જ્યારે આ મંદિર રમણીય નોળી નદી ના કિનારે બંધાયેલું છે તેમજ ભગવાન કૃષ્ણ જ્યારે પોતાનો અવતાર પૂર્ણ કરવાના હતા ત્યારે અહીં લાસ્ટ માં શિવલિંગ ની પૂજા કરી હતી જેથી કામનાથ મહાદેવ નું મહત્વ વધારે છે જ્યારે અહીંયા શ્રાવણ માસ દરમિયાન લોકો ભોળાનાથ ના દર્શન માટે દૂર દૂર થી આવતા રહે છે ત્યારે દર વર્ષે  અહિયાં ચોવદસ અને અમાસ એમ બે દિવસીય મેળા નું આયોજન કરવામાં આવે છે જ્યારે આ વર્ષે યોજાયેલ મેળા માં દૂર દૂર ના સ્થળોએથી લોકો લાખો ની શખ્યામાં મેળા નો આનંદ માણવા અને ભોળાનાથ ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા .ત્યારે લોકો ની ખાસી ભીડ જોવા મળી હતી 

આજે કામનાથ મહાદેવ મંદિર ખાતે લોકોએ પોતાના મૃત સ્વજનો ની આત્મા ની શાંતિ માટે અહીં આવેલ પીપળા ના વૃક્ષ પાસે પાણી રેડિયું હતું અને મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દર વર્ષ કરતા આ વર્ષે મેળા માં બહોળી શખયમાં પબ્લિક આવવાની હોય જેને લઈ ને માંગરોળ પોલીસ ના જવાનો તેમજ માંગરોળ GRD જવાનો નો બધોબસ ગોઠવવામાં આવ્યો હતો જ્યારે પોલીસ જવાનો અને GRD જવાનો દ્વારા સારી એવી કામગીરી કરવામાં આવી હતી 

જ્યારે આજે સાંજે કામનાથ મહાદેવ ના સાનિધ્યમાં યોજાયેલ આ મેળાનું સમાપન થયું હતું

રિપોર્ટ :- વાઢીયાભાઈ - જૂનાગઢ ---સંપર્ક :-9925095750