પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાની દુધાપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશકુમાર એમ. પટેલ પોતાની સામાજિક જવાબદારીઓ અંતર્ગત સમગ્ર પંથકમાં પોતાની ભગીરથ સેવાઓની અનોખી સુવાંસ  પ્રસરાવી રહ્યા છે જેને લઇને તેઓને અનેક વાર સરકાર સહિત નામી અનામી સંસ્થાઓના પ્રતિષ્ઠિત સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે  જેમાં ફરી એકવાર શિક્ષક રાજેશકુમાર એમ.પટેલે અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી છે જેમાં તેઓને બહુ પ્રતિષ્ઠિત ગણાતા ડૉ. રાધાકૃષ્ણન રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓની સેવાઓને બિરદાવવામાં આવી છે જેમાં  રાજેશકુમારને આ પ્રતિષ્ઠિત સન્માન તેઓની સમાજ સેવા, બાળકોની સેવા, શિક્ષણના નવતર પ્રયોગો અને શિક્ષણમાં ગુણવત્તા સુધારા સાથે ઉત્તમ કાર્ય કરવા  બદલ ઉમિયા ધામ - ઊંઝા ખાતે ટીમ મંથન દ્વારા ડૉ.રાધાકૃષ્ણન રાષ્ટ્રિય શિક્ષક સેવા રત્ન એવોર્ડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે જેને લઈ તેઓને સમગ્ર ઘોઘંબા પંથક જ નહીં પંચમહાલ જિલ્લાનું નામ ગુજરાતના ફલક પર રોશન કર્યા હોવાનું લાગણી સમગ્ર તાલુકા અને જિલ્લાના શિક્ષક સમાજે મહેસુસ કરી છે અને સમગ્ર જિલ્લા અને તાલુકાના શિક્ષક સમાજે હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી શ્રેષ્ઠ શિક્ષક રાજેશકુમાર એમ.પટેલ ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે.