પાટડી પોલીસે જુગાર રમતા 12 શખસો રૂ. 72,770ના મુદામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જેમાં પાટડી પોલીસે રોકડા રૂ. 41,770 અને મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 31,000 મળી કુલ રૂ. 72,770ના મુદામાલ સાથે 12 જુગારીઓને ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.પાટડી પીએસઆઇ એલ.બી.બગડા સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે એમને મળેલી પાક્કી બાતમીના આધારે પાટડીના ઇન્દિરાનગરની ગટરવાળી લાઇનમાં રહેતા ધીરૂ ગીધા મકવાણા (ઠાકોર)ના રહેણાંક મકાનમાં જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. જેમાં પાટડી પોલીસે આ દરોડામાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા ધીરૂ ગીધા મકવાણા, લાલા કાના ધામેચા, બળદેવ દેવા સાવડીયા, દશરથ છોટા ઠાકરાણી, જયદેવ ઇશ્વર સોલંકી, લીલા ધના પગી, લાલા પ્રહલાદ ધામેચા, જયંતી ફતા ધામેચા, હિતેષ પ્રતાપ શિહોર, મહેશ જીણા સોલંકી, મુકેશ શંકર ચારોલા અને રમેશ કાના મકવાણાને ગંજીપાના અને રોકડા રૂ. 41,770 અને મોબાઇલ નંગ- 8 કિંમત રૂ. 31,000 મળી કુલ રૂ. 72,770ના મુદામાલ સાથે 12 જુગારીઓને ઝબ્બે કરી એમની વિરુદ્ધ જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુને કાર્યવાહી હાથ ધરી છે. પાટડી પોલીસના આ જુગારના દરોડામાં પાટડી પીએસઆઇ એલ.બી.બગડા સહિત કે.એચ.ઝાલા, સુખદેવસિંહ નવલસિંહ, લીલાભાઇ માધાભાઇ, અજયભાઇ મહેશભાઇ, મહેશભાઇ લાધુભાઇ અને વિપુલભાઇ કાનજીભાઇ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. આ કેસની વધુ તપાસ પાટડી પીએસઆઇ એલ.બી.બગડા ચલાવી રહ્યાં છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं