ફાર્માસિસ્ટ એટલે દર્દીઓને યોગ્ય દવા, યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમજના માર્ગદર્શન સાથે પહોંચાડનાર દવાના નિષ્ણાત.ફાર્માસિસ્ટ હેલ્થકેર સિસ્ટમમાં નવા રોગો માટે નવી દવાઓ શોધે છે, નવી વેક્સિન રિસર્ચ કરે છે, તેમજ દવાઓ અને વેક્સિનનું મેન્યુફેક્ચરિંગ ફાર્માસિસ્ટ જ કરે છે. ફાર્માસિસ્ટ દર્દીઓને એન્ટિબાયોટિક દવાઓના જરૂરિયાત મુજબના યોગ્ય ઉપયોગ વિશે યોગ્ય સલાહ અને માહિતી આપી આરોગ્યલક્ષી વ્યવસ્થામાં એક ખૂબ જ અગત્યના પાયાના ભાગરૂપે વર્ષોથી ફાર્માસિસ્ટ પોતાની સેવાઓ સમાજને આપી રહ્યા છે. તાજેતરમાં કોવિડ -૧૯ ના પાનડેમિક દરમિયાન પણ ફાર્માસિસ્ટ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવામાં આવેલી જેથી જ આજે પણ ભારત દેશને વિશ્વની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણીના ભાગરૂપે 25 સપ્ટેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ રોડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ અને હેલ્થ ઓવેરનેસ રેલીનું કિસાનપરા ચોકથી આત્મીય કોલેજ સુધી રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન, ધ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ ફાર્મસીસ્ટ ગુજરાત તથા શહેરની તમામ ફાર્મસી કોલેજ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા વજન, ઊંચાઈ અને બી.એમ.આઈ. મેજરમેન્ટ કરી આપવામાં આવશે. ધ ફેડરેશન ઓફ ગવર્મેન્ટ ફાર્માસિસ્ટ ગુજરાત દ્વારા વિનામૂલ્ય ડાયાબિટીસ (આરબીએસ) અને બીપીનું ચેક અપ કરવામાં આવશે. તેમજ કોવિડ -૧૯ પાનડેમિક અને સમાજમાં ફાર્માસિસ્ટનો શું રોલ કે ભૂમિકા છે તે બાબતે ફાર્માસિસ્ટ વિશે માહિતી આપશે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખા દ્વારા કોવિડ-૧૯ ના બુસ્ટર ડોઝ આપવાનું આયોજન કરેલ છે. બી.કે. મોદી સરકારી ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટી.બી. (ટ્યુબરક્યુલોસિસ) રોગ વિશે માહિતી આપવામાં આવશે.

સ્કૂલ ઓફ ફાર્મસી, આર.કે. યુનિવર્સિટી દ્વારા દર્દીઓ માટે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને ન્યુઝ લેટરનું વિતરણ કરવામાં આવશે. આર.ડી ગારડી કોલેજ દ્વારા સાવચેત રહો (હર્બલમાં એડલ્ટન્ટ દવાઓની જાગૃતિ) અને હતાશાથી કેમ બચવું તેના વિશે સ્ટોલ ઉભો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ઓસ્ટીઓપોરોસીસ વિશે માહિતી આપવામાં આવશે. મારવાડી યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા એન્ટીબાયોટિક્સનો તર્કસંગત ઉપયોગ અને પ્રતિકૂળ દવા અંગે પ્રતિક્રિયા અહેવાલ મુજબ માહિતી આપવામાં આવશે. આત્મીય કોલેજ દ્વારા જાતે દવા લેવાથી કે કરવાથી શું શું નુકસાન થાય છે તેના વિશે માહિતી આપવામાં આવશે. અત્યારની જરૂરિયાત મુજબ ઘરે-ઘરે તુલસીના રોપા પહોંચે આ હેતુથી કુમકુમ ગ્રુપ દ્વારા વિનામૂલ્ય તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે તેમજ માનવ સમુદાયની સાથે સાથે અન્ય જીવ સૃષ્ટિનું હિત થાય તેવા શુભ આશયથી ચકલીના માળાનું વિતરણ પણ કુમકુમ ગ્રુપ દ્વારા કરવામાં આવશે.

રાજકોટ ખાતે રેસકોર્સ રીંગરોડ પર બાલભવનની નજીક જુદી જુદી ફાર્મસી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, પ્રોફેસરો તથા ફાર્માસિસ્ટ દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોમાં દવા વિશેની સાચી સમજ, જાણકારી તેમજ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા એક અનોખી રીતે વર્લ્ડ ફાર્મસીસ્ટ ડેની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ફાર્મસીના પ્રોફેશન સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓએ ભારે જહેમત ઉઠાવી છે. તે માટે આપશ્રીના બહોડી પ્રસિદ્ધિ ધરાવતા દૈનિક પેપર દ્વારા જાહેર જનતા અને દર્દીઓ સુધી આ કાર્યક્રમનો સંદેશો પહોંચે અને સમાજ તેનો લાભ લઈ શકે તે માટે જાગૃતિ ફેલાવવા આ પ્રેસ નોટ આપવા આપ સાહેબને નમ્ર વિનંતી છે.