સરકારી તાજિયા નું વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું..

કરબલાની યાદમાં મુસ્લિમ યુવાન બિરાદરો દ્વારા હૈરત અંગેજ કરતબો કરી લોકોને ચકિત કયૉ..

પાટણ તા.9

મુસ્લિમ ધર્મના મહાન પયંગબર હઝરત ઈમામ હુસેન અને તેમના 72 જાનીદાર સાથીઓએ કરબલાનાં મેદાનમાં માનવતાના મૂલ્યોની રક્ષા અને સત્યને કાજે શહીદી વ્હોરી હતી ત્યારે તેમની શહાદતના માનમાં મોહરમ પર્વને માતમના પર્વ તરીકે ઉજવવામાં આવે છે.

મંગળવારના રોજ મોહરમ પર્વ નિમિત્તે સમગ્ર પાટણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા વરસતા વરસાદ માં તાજીયા જુલુસ નીકળ્યા હતા. કોમી એખલાસ અને ભાઈચારા વચ્ચે શાંતિપૂર્વક માહોલમાં યોજાયેલા આ પર્વમાં મુસ્લિમ બિરાદરોએ ઇમામ હુસેનની યાદમાં માતમ મનાવ્યો હતો. અને ઢોલ નગારા તથા ત્રાંસાના નાદથી મુસ્લિમ બિરાદરોએ યા હુસેનના બુલંદ અવાજથી માતમને મનાવ્યો હતો.

પાટણ શહેરમાં વરસતા વરસાદ માં અલગ અલગ મુસ્લિમ વિસ્તારો માંથી બપોરની અજાનની નમાજ અદા કર્યા બાદ વિવિધ વિસ્તારોમાંથી આશરે 10 થી વધુ તાજીયાઓ અને 35 વધુ ઘોડા સાથે ઝુલુસ નીકળી રતનપોળ ખાતેના ચોકમાં એકત્ર થયા હતા. સાંજે વરસાદ વરસાત ઘોડા અને તાજીયા ને પ્લાસ્ટિક ઢાંકવાની ફરજ પડી હતી.