ડીસાના જૂનાડીસા ગામે મદીના પાર્ક સોસાયટી પાસે કચરાના ઢગલામાં બુધવારે અચાનક આગ લાગી હતી. આગ બાજુમાંથી પસાર થતી ગેસ લાઈન પર પ્રસરી હતી. જેથી આગ વધી જતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયાં હતા અને ફાયર સેફ્ટીની બોટલો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.
ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આવેલ મદીના પાર્ક સોસાયટી, ઝમ ઝમ પાર્કની પાસે કચરાના ઢગલામાં બુધવારે અચાનક આગ લાગી હતી. આ આગ બાજુમાં પસાર થતી નવીન ગેસની પાઇપલાઇનમાં પ્રસરતાં આગ વધારે ભભૂકી ઉઠી હતી. જેને લઇ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ફાયર સેફ્ટીની બોટલો અને પાણીનો મારો ચલાવ્યો હતો. તેમજ સ્થાનિક રહીશોએ ગેસ કંપનીવાળાઓને જાણ કરતા આગ વધુ ફેલાતી અટકાવી તાત્કાલિક આગ ઉપર કાબુ મેળવાયો હતો.