આણંદ જિલ્લાના તારાપુર પંથક એટલે કાળી ચીકણી જમીન ધરાવતું પંથક.હાલ અપૂરતું પાણી અને ખેતીની વૈકલ્પિક સુવિધાઓના અભાવે માત્ર ડાંગર અને ઘઉંની ખેતી પર નિર્ભર બની જગતનો તાત ગુજરાન ચલાવતો હોય છે.નોંધનીય છે કે, અહીંના પંથકમાં વરસાદ સારો તો જ ખેતી સારી થાય નહિ તો છૂટક મજૂરી-વેપાર પર નિર્ભર થવું પડે ! એટલે તારાપુરના થોડા એવા ગામ છે જ્યાં ગોરાડુ જમીનનો થોડો પટ્ટો આવેલો છે.જે જમીનમાં ખેડૂતોએ ગુલાબની ખેતીનો વિકલ્પ અપનાવી નવીન અભિગમથી આજે પણ ગુલાબની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
તારાપુર પંથકના નવી રેલ ગામના ખેડૂતો ગુલાબોની ખેતી કરી તેની ફોરમ વડોદરા-અમદાવાદ સહિતના શહેરોમાં પ્રસરાવી છે.મોટા નગરોમાં નિકાસ કરી સારી આવક મેળવી છે.જે ગુલાબ આજના નવયુગલો માટે પ્રેમની પ્રતીક માનવામાં આવે છે.તે ગુલાબની ફોરમ પણ નવયુગલોના હૈયે સ્પર્શી છે.ગામના ૪૦૦ જેટલા ખોરડા છે.જેમાં ૭૦૦ જેટલી જનસંખ્યા છે.આજે દરેક ગામના દરેક ખેડૂતે ગુલાબની ખેતી અપનાવતા જીવનશૈલીમાં સુધારો લાવી શક્યા છે.કંટક સમી સમસ્યાઓ વચ્ચે ગુલાબોને નિખારતા ખેડૂતો ખેડૂત વર્ગ માટે ઉત્તમ પ્રેરણારૂપ નીવડ્યા છે.
(સલમાન પઠાણ-ખંભાત)