સાળંગપુર મંદિરના ભીંતચિત્રોને લઈને વિવાદ વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને સાધુ-સંતો પણ મેદાનમાં આવી રહ્યા છે. આ બાબતે સાધુ-સંતો, લોક સાહિત્યકારો તેમજ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બનતો હોય તેવું જણાઈ રહ્યું છે. અખીલ ભારતીય સતં સંઘ એકઠો થશે. જેમાં લીંબડી ખાતે આખા ગુજરાતમાંથી સંતો આવશે તેવી પણ વિગતો સામે આવી છે.સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ વકર્યો છે. ભીંતચિત્રોને લઇ સાંધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આગામી સમયમાં સંતો એકઠા થઇ વિરોધ નોંધાવશે. 5 સપ્ટેમ્બરના રોજ અખીલ ભારતીય સતં સંઘ લીંબડી ખાતે એકઠા થશે. જેમાં આખા ગુજરાતમાંથી સંતો આવશે. સાળંગપુર મંદિરમાં વિવાદિત ભીંતચિત્રો મામલે સાધુ સંતોની બેઠક મળશે. અમદાવાદમાં સરખેજના ભારતી આશ્રમ ખાતે વિવાદ લઈ સાધુ-સંતો, મહામંડલેશ્વરોની બેઠક મળશે. સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના સંતો-મહંતોની બેઠક મળશે. સનાતન ધર્મના અપમાન મુદ્દે આગામી રણનીતિ તૈયાર કરાશે.