હાલોલ શહેરના દાવડા ખાતે દોઢસો વર્ષ પૌરાણિક અને અતિ પ્રાચીન એવું ઐતિહાસિક બળીયાદેવ બાપજી મહારાજનું મંદિર આવેલ છે જે મંદિર સમગ્ર પંથકમાં મોટા મહારાજ તરીકે પણ ઓળખાય છે જે પૌરાણિક અને ઐતિહાસિક બળીયાદેવ મોટા મહારાજ મંદિરનો જીર્ણોદ્વારા અને દેવોના દેવ મહાદેવના શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિર(શિવાલય)નું નવીન બાંધકામની કામગીરીનું ભૂમિ પૂજન આજરોજ બળીયાદેવ મંદિર મહાદેવ ગ્રુપ દ્વારા રંગે ચંગે ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયું હતું  જેમાં બળીયાદેવ મંદિરના જીણોદ્વાર અને મહાદેવજી  મંદિર (શિવાલય)ના નવની કરણના બાંધકામનું ભૂમિ પૂજન હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી રામશરણદાસ મહારાજ તેમજ વલ્લભ કુળના વંશજ પરમ પૂજ્ય શ્રી પંકજકુમાર મહારાજ મહોદયશ્રી અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત અનેક સંતો,મહંતો અને મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયું હતું જેમાં બ્રાહ્મણ પુજારી દ્વારા શાસ્ત્રોક વિધિ વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભારે ધાર્મિક વાતાવરણમાં પુંજાપાઠ કરી ભૂમિ પૂજન કરાવવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત તમામ સંતો મહંતો અને ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો તેમજ સ્થાનિકોએ પૂજા અર્ચનાનો લાભ લઇ બળીયાદેવ મંદિરના જીર્ણોદ્વાર અને નવીન શિવાલયના બાંધકામના ભૂમિ પૂજનમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી જ્યારે બળીયાદેવ મંદિરના જીર્ણોદ્વાર સહિત નવીન શિવાલય બનવાની ખુશીમાં આ વિસ્તારના સ્થાનિકો સહિત  નગરજનોમાં ભારે ખુશહાલી વ્યાપી જવા પામી છે જ્યારે બળીયાદેવ મંદિર ખાતે દર્શનાાર્થીઓની સુખ સુવિધા અને લાભાર્થે અનેક પ્રકારની સુખ સુવિધાની વ્યવસ્થાની કામગીરી હાથ ધરાશે જેમાં બોર કરી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરાશે જ્યારે દર્શનાર્થીઓને બેસવા ફરવા માટે બાગ બગીચો તથા શ્રેષ્ઠ લાઇટિંગ તેમજ મંદિરના પ્રાંગણમાં દિવાલ બનાવી ક્લાત્મક અને આકર્ષક દ્વાર (ગેટ) બનાવવામાં આવશે તેવી માહિતી બળીયાદેવ મંદિર મહાદેવ ગ્રુપના આગ્રણીઓ દ્વારા આપવામાં આવી હતી.