અમરેલીમાં હઠીલા હનુમાનજીનાં મંદિર પાસે આવેલ "અનસ ટેલીકોમ”નામની મોબાઇલ દુકાનમાંથી આધાર-પુરાવા કે બીલ વગરનાં મોબાઇલ ફોન નંગ-૨૫, કિ.રૂા.૧,૯૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવૃતિ અટકાવવા અનુસંધાને એસ.જી.ઓ.પોલીસ દ્વારા અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ ફોન જરૂરી આધાર-પુરાવા કે બીલ વગરનાં વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા
અન્વયે અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ, ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ
હઠીલા હનુમાનજી મંદિર પાસે કાબરીયા ચોકમાં 'અનસ મોબાઇલ' નામની મોબાઇલની દુકાને બિલ વગરના મોબાઇલનું વેચાણ કરે છે.
તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને બિલ વગરના મોબાઇલ સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી:-
અનાસ અશરફભાઇ ઘીવાલા ઉ.વ.૨૦, ધંધો.વેપાર, રહે.અમરેલી, ટાવર પાસે, રામભરોસે ગેસ્ટહાઉસ વાળી ગલીમાં,તા.જિ.અમરેલી,
કબ્જે કરેલ મુદ્દામાલ
અલગ-અલગ કંપનીનાં એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૫, કિ.રૂ।.૧,૯૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ અર્થે અમરેલી સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમના એ.એસ.આઇ. નાજભાઇ પોપટ તથા રફીકભાઇ રાઠોડ તથા હેડ કોન્સ. જીતેન્દ્રભાઇ મહેતા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ ચૌહાણ તથા જીજ્ઞેશભાઇ પોપટાણી દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.