ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ ને અન્ય હથિયાર લઈ તૂટી પડતાં ચાર લોકો લોહીલુહાણ થઈ ગયા હતા. ઝઘડો એટલો ઉગ્ર હતો કે નજીકમાં ઊભેલા અન્ય લોકોની કંપારી છૂટી ગઈ હતી. અન્ય લોકો આગળ વધી લોકોને છૂટા પડાવવા જવાની હિંમત કરી શક્યા નહોતા. આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બે જૂથના લોકો ખારાઘોડા અને પાટડી વચ્ચે સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આ રૂટ પર પેસેન્જર બેસાડવાને લઈ બંને જૂથના લોકો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ હતી. એ બાદ મારામારીમાં પલટી હતી. બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા હતા, જેમાં ચાર લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યકિતને બ્રેઈન હેમરેજ થઈ જતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.પાટડીના ખારાઘોડામાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો જે વીડિયો વાઈરલ થયો છે, એમાં બંને જૂથના લોકો લાકડીઓ લઈ એકબીજા પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. ધોળે દિવસે થયેલી બબાલ સમયે ગામના અન્ય લોકો અને મહિલાઓ પણ આસપાસ હાજર જોવા મળી રહી છે, પરંતુ, મારામારી એટલી ઉગ્ર હતી કે અન્ય લોકોની નજીક જવાની હિંમત ચાલી ન હતી.આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખસો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બૂટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માનસિક બીમારીથી કંટાળીને નવાણીયા ગામે યુવાને ઝેરી દવા પી આત્મહત્યા કરી
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આત્મહત્યાઓ દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે યુવાનો પણ...
મેફેડ્રોન કેસ : ૫૭ગ્રામ ૧૧૦મિલી ગ્રામ મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી શહેર S.O.G ક્રાઇમ બ્રાન્ચ.
મેફેડ્રોન કેસ : ૫૭ગ્રામ ૧૧૦મિલી ગ્રામ મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી શહેર S.O.G ક્રાઇમ બ્રાન્ચ.
जालंधर उपचुनाव पंजाब में आम आदमी पार्टी के पतन के लिए अहम मोड़ साबित होगा : चुघ
भाजपा के राष्ट्रीय महासचिव तरूण चुघ ने आज कहा कि जालंधर लोकसभा सीट के लिए उपचुनाव पंजाब की...
মহানগৰীৰ ৰূপনগৰত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ
মহানগৰীৰ ৰূপনগৰৰ অসম ৰাজ্যিক পৰিবহন নিগৰ ৱৰ্কশ্বপৰ সমীপত ভৰলু নৈৰ দলঙৰ তলত অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ...
8 अगस्त से शुरू होगी मां वाउचर योजनाएं जिले के 15 सोनोग्राफी सेंटर जुड़े
बून्दी। गर्भवती महिलाओं की निशुल्क सोनोग्राफी करवाने के लिए राज्य सरकार...