પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ખાતે વિવિધ ગુનાઓ આચરી નાસતા ફરતા ઇસમો પર વોચ રાખી વધુમાં વધુ આવા નાસતા કરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાલોલ રૂરલ પોલીસે કવાયત હાથ ધરી છે જે અંતર્ગત હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર આર.એ. જાડેજાને ખાનગી રહે ચોક્કસ બાતમી મળી હતી કે પંથકનો કુખ્યાત બુટલેગર અને હાલોલ કાલોલના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી મોહશીન મુસ્તાક શેખ,રહે.પાવાગઢ રોડ, મોંઘાવાડા, હાલોલનાઓ હાલમાં હાલોલ કોર્ટ પાસે ઉભેલો છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર આર.એ.જાડેજા પીએસઆઇ આર.એસ.રાઠોડ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ હાલોલ કોર્ટ ખાતે બાતમીવાળા સ્થળે અચાનક પહોંચી જઈ હાલોલ કાલોલ પોલીસ મથકના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપી કુખ્યાત બુટલેગર મોહસીન મુસ્તાક શેખને ઝડપી પાડ્યો હતો અને વિજિલન્સ અને એલસીબીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી જેમાં ઝડપાયેલા મોહસીન મુસ્તાક શેખનો વિદેશી દારૂનો જથ્થો  વિજિલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે હાલોલ તાલુકાના રાધનપુર તલાકવાડા ગામે ખેતરમાં છુપાવી રાખેલો  ૩.૮૩ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જિલ્લા એલસીબી પોલીસે ગત દિવસોમાં જ ઝડપી પાડ્યો હતો અને જિલ્લા એલસીબી પોલીસે હાલોલ રૂરલ પોલીસ મથકે તેની સામે પ્રોહિબિશનો ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરાયો હતો જેમાં બે દિવસ જેટલા સમયગાળામાં રૂરલ પોલીસે કુખ્યાત બુટલેગર અને વોન્ટેડ આરોપી મોહસીન મુસ્તાક શેખને ઝડપી પાડી તેની સામે આગળની  કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે