દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાઓ સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો,પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિ પ્રવેશી શકશે નહીં ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)) પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડી શકાશે નહીં દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૪ માર્ચથી ૨૯ માર્ચ દરમ્યાન ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષામાં ગેરરીતિ ના થાય એ માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે કેટલાંક પ્રતિબંધાત્મક આદેશો કર્યા છે.તદ્દનુસાર, પરીક્ષાના સ્થળની ૨૦૦ મીટર સુધીના વિસ્તારમાં બિનઅધિકૃત વ્યક્તિએ પરીક્ષા દરમ્યાન તથા પરીક્ષાના સમયથી એક કલાક પહેલા અને પરીક્ષા પૂરી થયા પછીના એક કલાક સુધી આવ જા ઉપર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ વોલની બહારના સ્થળે વસવાટ કરતા કે તે રસ્તેથી પસાર થતા નાગરિકોને માત્ર પસાર થવા દેવાશે. ત્યાં ઉભું રહી શકાશે નહી. પરીક્ષા દરમ્યાન કોઇ એ પણ સવારના ૯ થી સાંજના ૧૯ કલાક સુધી પ્રવેશ કરવો નહીં. જયાં કમ્પાઉન્ડ વોલ નથી ત્યાં પરીક્ષા કેન્દ્રના મકાનની બહારની દિવાલથી ૧૦ મીટરની અંદર પ્રવેશ કરી શકાશે નહીં અથવા એકઠાં થઇ શકાશે નહીં. પરીક્ષા સમય દરમ્યાન કોઇ પણ વાજિંત્ર વગાડવા નહીં કે વગાડવા માટેની મંજૂરી આપી શકાશે નહીં. આ હુકમનું ઉલ્લઘંન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.શિનોર....શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી 
 
                      બ્રેકિંગ..વડોદરા ગ્રામ્ય.શિનોર....શિનોર પંથકમાં ભારે પવન સાથે મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી
                  
   IndusInd Bank Share Value LIVE | अनुमान से बेहतर आये Q2 नतीजें, शेयर हो शता है MSCI Index में शामिल? 
 
                      IndusInd Bank Share Value LIVE | अनुमान से बेहतर आये Q2 नतीजें, शेयर हो शता है MSCI Index में शामिल?
                  
   গুৱাহাটীত পোলাও খুওৱাৰ লোভ দি শিশু অপহৰণ 
 
                      মহানগৰীত ভৰলুৰ পিছত এইবাৰ মালিগাঁৱৰ ৰে’লগেটৰ সন্মুখত সংঘটিত হৈছে এক শিশু অপহৰণৰ ঘটনা। মাতৃৰ...
                  
   મહુવાના અનાવલ ખાતેથી ૨૫૦ ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા..... 
 
                      મહુવાના અનાવલ ખાતેથી ૨૫૦ ગુણીમાં શંકાસ્પદ નીમકોટેડ યુરિયાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા.....
                  
   
  
  
  
  
   
   
  