ઢાંકી ગામે મંગળવારે ઢોર ચરાવવા ગયેલા બે સગાભાઇ તલાવડીના પાણીમાં ગરકાવ થઇ જતા તેઓના મોત થયા છે. આ બનાવની જાણ થતા ગામના સરપંચ સહિત ગ્રામજનો અને બંનેના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ત્યા રે ગામના યુવાનોના મોત થયા હતા. બીજી તરફ નાના એવા ગામમાં રક્ષાબંધન પર્વ પર જ આશાસ્પદ બે ભાઇઓના મોત થવાથી 4 બહેનો સહિત પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલો, તળાવો, નદી, નાળાઓ સહિતના સ્થળોએ ડૂબી જવાથી લોકોના મોતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. બીજી તરફ જિલ્લાના અનેક પશુપાલકો અને માલધારીઓ પશુઓને લઇને ગ્રામ્ય પંથકની સીમ વિસ્તારોમાં પશુઓને ચરાડવવા માટે લઇ જાય છે. ત્યારે લખતરના ઢાંકી ગામે બે સગાભાઈઓના પાણીમાં ડૂબવાથી મોત થયાની ઘટના બહાર આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ લખતરથી પંદરેક કી.મી. દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. બધી જગ્યાએ જેમ માલધારીઓ પોતાના માલઢોરને ચરાવવા વગડા કે સીમમાં જતા હોય છે.લખતરના ઢાંકી ગામમાં રહેતા કરણાભાઇ સભાડને સંતાનોમાં 3 દિકરા અને 4 દિકરીઓ હતી. ત્યારે મંગળવારે તેમના બે દીકરાના મોત થતા શોક ફેલાયો હતો. જ્યારે 4 બહેનોએ 3 માંથી 2 ભાઈઓને ગુમાવ્યા હતા. અને આ 4 બહેનોને એકનો એક ભાઈ રહ્યો. આમ રક્ષાબંધનના પર્વ પર જ 7 ભાઈ-બહેનોની જોડી તૂટતા ગામમાં પણ શોકનો માહોલ ફેલાયો હતો.