શ્રી સહયોગ વિદ્યામંદિર જસાલી ખાતે રક્ષાબંધનની ઉજવણી કરાઈ. સહયોગ વિદ્યામંદિર જસાલીમાં રક્ષાબંધનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને લાગણીને ઉજાગર કરતો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે શૈક્ષણિક સંસ્થાઓમાં પણ આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે.આ પ્રસંગે શાળાની બહેનોએ ભાઈઓને કંકુ - તીલક કરી અને રાખડી બાંધી હતી તેમજ મોં મીઠું કરાવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી બળવંતજી ઠાકોર તેમજ શાળાના શિક્ષક નરસિંહભાઈ દેસાઈએ બાળકોને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું હતું તેમજ સમગ્ર શાળા સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી આ તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવ્યો હતો.....