સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાની સબ જેલમાં 302ના કાચા કામના મર્ડર કેસના આરોપી મહાદેવભાઇ સુખાભાઈ કોળી ( રહે-રેલવે સ્ટેશન, ધ્રાંગધ્રાવાળા )નામનો આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ધ્રાંગધ્રાની સબ જેલમાં 302ના મર્ડર કેસના આરોપમાં કાચા કામમાં કેદી તરીકે સજા ભોગવી રહ્યા હતા અને તે લાંબા સમયથી બીમાર હતા.આથી જેલ પ્રશાસન દ્વારા તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પણ લઇ જવામા આવ્યા હતા. આજે સવારે અચાનક તબિયત લથડતા સીટી પોલીસ દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતુ.ત્યારે પોલીસ દ્વારા એમના પરિવારજનોને જાણ કરાતા પરિવારજનો તાકીદે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં પી એમ માટે પેનલ ડોક્ટરની ટીમ ના હોવાના કારણે સીટી પોલીસ દ્વારા ડેડ બોડીને પી.એમ.અને એફેસેલ રિપોર્ટ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે માટે ખસેડવામાં આવી હતી. ત્યારે આ બનાવની વધુ તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી.આઇ. જે.એસ.ઝાંબરે ચલાવી રહ્યા છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं