સિક્કા ન લેવા ગુનો, ના પાડનાર જશે જેલ

કોઈ દુકાનદાર તમને નાના સિક્કા લેવાની ના પાડે છે તો તેમને જેલ પણ થઈ શકે છે. સાથે જ કેટલી વખત દુકાનમાં સામાન લીધા બાદ સિક્કાના બદલે ચોકલેટ આપી દે છે. એવું કરનારા વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આવું કરનારા વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકે છે બિહારના જમુઈ જિલ્લાના DM રાકેશ કુમારે આ સમસ્યાને લઈને એક આદેશ જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે, સિક્કા ન લેવો ગેરકાયદે છે. નાના સિક્કાઓનું ચલણ બંધ ન કરી શકાય. આ સમસ્યાઓથી લડી રહેલા લોકો સતત ફરિયાદ કરી રહ્યા હતા કે જમુઈ જિલ્લામાં નાના આઠ આના અને એક રૂપિયાના સિક્કા સ્વીકારવામાં નથી આવતા. જે મામલે LDM ધીરેન્દ્ર કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે, નાના સિક્કાને લેવાની ના પાડવી સમગ્ર રીતે કાયદા વિરૂદ્ધ છે. RBIની ગાઈડલાઈન અનુસાર, માત્ર 25 પૈસાના સિક્કાઓને છોડીને તમામ સિક્કા માન્ય છે. કોઈ સિક્કા લેવાની ના પાડશે તો કાયદાકીય કાર્યવાહી થશે. તેવા લોકોને જેલ પણ થઈ શકે છે.