નાની મોરસલ ગામે રહેતા ગુલાબબેન ડાયાભાઈ સોળમિયા તેમના પાડોશીને ઘરે જતા હતા. તે દરમિયાન ગુલાબબેન ના મોટા બાપુના દીકરો વિજયભાઈ ચોથાભાઈ સોળમિયા આવીને કહેવા લાગ્યા કે હવે પછી તમારી જમીન હવે અમારી થઈ ગઈ છે. તે જમીને અમારી છે. તેથી અમારી જમીનમાં તમારે આવવાનું નથી. આથી વિજયભાઈ સાથે બોલાચાલી થતા તેની પાસે રહેલુ ધારીયુ મારતા હાથમાં અને પગમાં ઈજા પહોંચાડી હતી.ઘર પાસે બોલેચાલી થતા આજુબાજુમાંથી લોકો ભેગા થઈ વચ્ચે પડતા વિજય ચોથાભાઈ અને સંજય હકાભાઇ બંને અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ત્યારબાદ ગુલાબબેનને ઈજા પહોંચતા તેમને ચોટીલા સરકારી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જઈ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે વિજય ચોથાભાઈ અને સંજય હકાભાઇ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેની તપાસ ચોટીલા પોલીસ સ્ટેશનના એએસઆઈ મીઠાભાઇ રાજપરા તેમજ પોલીસ સ્ટાફ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.