શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનના તહેવારમાં સ્ટોરની હારમાળા, માર્કેટમાં અવનવી વેરીયટીઓની રાખડીઓ શ્રાવણ માસ શરૂ થતા જ તહેવારોની શરૂઆત થઈ જાય છે. ત્યારે ભાઈ-બહેન માટેનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન, આ તહેવારને લઈ હાલ માર્કેટોમાં વિવિધ વેરાયટીઓની રાખડીઓના સ્ટોલ જોવા મળે છે. ધાર્મિક અને સંસ્કૃતિ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમને દિવસે રક્ષાબંધનનો તહેવાર આવતો હોય છે. મહુવા શહેરમાં ઠેર-ઠેર અવનવી રાખડીઓના સ્ટોલ જોવા મળી રહ્યાં છે. બહેનો સાંસ્કૃતિક રીતે રાખડીઓની ખરીદી કરી તેના ભાઈને રાખડી બાંધી પવિત્ર તહેવારને મનાવતી હોય છે. આ વર્ષે રાખડીઓ પર 22 ટકા GST રાખડીઓ મોંધી થઈ છે.