હાલોલ રૂરલ પોલીસ મથકની ટીમ નિત્યક્રમ મુજબ કાયદો વ્યવસ્થાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજાને અંગત બાતમીદાર પાસેથી ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના સોનાવીટી ગામમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં કેટલાક ઈસમો ભેગા મળી પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે સોનાવીટી ગામે ખેતરમાં ચાલતા ધમધમતા જુગારધામ પર છાપો મારતા ટોળે વળી પત્તા પાનાનો જુગાર રમતા જુગારીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી જેમાં પોલીસે સ્થળ પરથી ધેરો ઘાલી ૮ ખેલીઓ
(૧) રમેશભાઈ ખુમાનસિંહ પરમાર (૨) સુનિલભાઈ કાંતિભાઈ સોલંકી (૩) બાદલભાઈ કનકસિંહ પરમાર (૪) નિકુંજ મુકુન્દરાવ ગાયકવાડ (૫) શૈલેષકુમાર જયંતીલાલ ચૌહાણ (૬) સતીશ ઉર્ફે સત્યો અભેસિંહ પરમાર (૭) પ્રેમાનંદ કાંતિભાઈ સોલંકી (૮) ભુપેન્દ્રભાઈ રયજીભાઈ પરમારને ઝડપી પાડ્યા હતા. જેમાં ઝડપાયેલા ૮ ખેલીઓની અંગ ઝડતીમાંથી ૧૦,૮૦૦/- રૂપિયાની રોકડ રકમ તેમજ દાવ પર લાગેલ ૬,૭૦૦/- રૂપિયાની રોકડ રકમ મળી પોલીસે કુલ સ્થળ પરથી ૧૭,૫૦૦)- નો મુદ્દા માલ જપ્ત કર્યો હતો જોકે પોલીસની રેડ દરમ્યાન સ્થળ પરથી ૫ ખેલીઓ (૧) હિતેશ બારીયા (૨) મુકેશભાઈ જેઠાભાઇ વાદી (૩) વિવેકભાઈ ભાલીયા (૪) શૈલેષભાઈ હરિસિંહ સોલંકી (૫) સુભાષભાઈ હર્ષદભાઈ પરમાર સ્થળ પરથી ભાગી છુટવામાં સફળ રહ્યા હતા જેમાં પોલીસે ઝડપાયેલા ૮ અને ભાગી ગયેલા ૫ મળી કુલ ૧૩ ખેલીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.