બોટાદ શહેરનાં ખોડીયાર નગર વિસ્તારમા રહેતા ભાવેશભાઈ કાળુભાઈ બાવળિયા ઝેરી દવા પીધી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો અનુસાર

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

બેલા ગામના ભૂવા પરશોતમભાઈ કવાભાઈ વાંઝડીયા યુવાનને આપતા હતા સતત માનસિક ત્રાસ આપતા હોય આ યુવાનને ઝેરી દવા પીવા માટે મજબુર બનવું પડ્યું હતું. વર્ષો પહેલા ભાવેશ વેવિશાળ ન થતું હોય દાણા જોડાવા માટે આ ભુવા પાસે ગયો હતો. ત્યાર પછીથી

યુવાન પાસેથી ભૂવાએ તાંત્રિક વિધિ કરવાના બહાને ધીમે ધીમે ૧૦ લાખ જેટલી રકમ હડપ્પી લીધી હોવાની જાણકારી આપવામાં આવી છે.યુવાને ૧૦ લાખ આપવા છતા પણ ભૂવા દ્વારા વારંવાર વધુ રૂપિયાની માંગણી કરતા આખરે યુવાને કંટાળીને ઝેરી દવા પીધી હોવાની જાણકારી આપી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ સોનાવાલા હોસ્પિટલ ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા

રિપોર્ટ: ધર્મેન્દ્ર લાઠીગરા