એલસીબી પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી એલસીબીના પો.સબ.ઇન્સ. જી.એસ.સ્વામી તથા એલ.સી.બી. સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ગઇ તા. 1ર/8ના રોજ સુ.નગર સીટી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં આરોપી રાહુલભાઇ સ.ઓફ પેથાભાઇ ચીથરભાઇ સરવરીયા જાતે દેવીપૂજક ઉ.વ.ર1 ધંધો મજુરી રહે. ફીરદોસ સોસાયટી ચારમાળીયા બ્લોક-એલ રૂમ નં. 38 તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ સુ.નગર સીટી એ ડીવી. પો. સ્ટ..મા ગુ.ર.નં.આઇ.પી.સી. કલમ મુજબનો ગુનો તા. 4/2/23ના રોજ રજી. થયેલ જે ગુનાના કામે આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવરીયા રહે. સુ.નગર વાળાનું એફ.આઇ.આર. પ્રથમથી જ નામ છે તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવી. પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં. આઇ.પી.સી. કલમ મુજબનો ગુનો થયેલ છે. જે ગુનામાં આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હોય જેથી મજકુરને તાત્કાલીક શોધી કાઢી કાયદાના બંધનમાં લેવા વિનગતવારની સુચના માર્ગદર્શન કરતા, એલ.સી.બી. પો.સબ. ઇન્સ. જી.એસ.સ્વામી તથા એલ.સી.બી. ટીમ દ્વારા આરોપીને તાત્કાલીક શોધી પકડવા માટે હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી કાર્યવાહી હાથ ધરેલ. અને ઉંડાણપૂર્વકની તપાસનાઅંતે ચોકકસ હકીકત મેળવી આરોપી રાહુલભાઇ સ.ઓફ પેથાભાઇ ચીથરભાઇ સરવરીયા જાતેદેવીપૂજક ઉ.વ.ર1 ધંધો મજુરી રહે. ફીરદોસ સોસાયટી, ચારમાળીયા બ્લોક એલ રૂમ નં. 38 તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળાને સુરેન્દ્રનગર ફીરદોસ સોસાયટી ચારમાળીયા તેના રહેણાક મકાન પાસેથી પકડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી પુછપરછ કરતા મજકુર આરોપીએ ઉપરોકત ગુનાઓ કરેલાની કબુલાત આપતા આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.