એન.યું.એલ.એમ. શાખા, સુરેન્દ્રનગર - દુધરેજ - વઢવાણ નગરપાલિકા દ્રારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના અંતર્ગત Pm svanidhi (પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ) યોજના અન્વયે વર્કીંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરી શેરી ફેરી કરતા ફેરિયાઓને પ્રથમ રૂપિયા 10,000/- ની લોન ત્યારબાદ પ્રથમ લોન પૂર્ણ થયા બાદ રૂપિયા 20,000/- ની લોન તેમજ બીજી લોન પૂર્ણ થયા બાદ ત્રીજી લોન રૂપિયા 50,000/- આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત કુલ - 2209 લાભાર્થીઓને પ્રથમ લોન અને 689 લાભાર્થીઓને બીજી લોન તથા 170 લાભાર્થીઓને ત્રીજી લોન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર- દુધરેજ - વઢવાણ નગરપાલિકાનાં માન. પ્રમુખશ્રી વિરેન્દ્ર ભાઈ આચાર્ય, નેતાશ્રી શાસક પક્ષ પંકજભાઈ પરમાર, સદસ્ય નિશાબેન કેલા તથા NULM શાખા અધિકારી હિતેશભાઈ રામાનુજ તથા સ્ટાફ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા.