બનાસકાંઠા જિલ્લામાં ''આઝાદી કા અમૃત મહોત્સવ'' અંતર્ગત ''મારી માટી - મારો દેશ'' કાર્યક્રમ ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. ત્યારે આજે સમગ્ર દાંતા તાલુકો દેશભક્તિના રંગે રંગાઇ ગયો હતો. આજે અંબાજી અને દાંતા પોલીસ દ્વારા દેશભકિતના માહોલમાં ''મારી માટી - મારો દેશ'' અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં દાંતા અંબાજી ની પોલીસ દ્વારા તિરંગા યાત્રા નિકાળવા મા આવી હતી જેમાં પોલીસ અને મોટી સંખ્યા ગ્રામવાસી,નેતાઓ, સમાજસેવી દેશભક્તિના રંગે રંગાઈ માટી હાથમાં લઈ પંચ પ્રાણ લઈ હાથો મા તિરંગા લઈ યાત્રા ની શરૂઆત કરી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આજરોજ તારીખ 14- 8 -2023 ના રોજ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને અંબાજી મંદિર ના ચાચર ચોક થી અંબાજી હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અંબાજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ અંબાજી ખાતે ના હોમગાર્ડ અંબાજી ના બાળકો અંબાજી કોલેજના તમામ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમ મેરી મિટ્ટી મેરા દેશ અનુસંધાને શહીદોને યાદ કરવામાં આવ્યા અને એ અનુસંધાને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આજરોજ દાંતા પોલીસ સ્ટેશન ખાતે થી તિરંગા યાત્રા ની શરૂઆત કરવામાં આવી હતી. આજે દાંતા પોલીસ સ્ટેશન થી લઈને બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયત આગળથી મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિત નેતાઓ અને ગ્રામ વાસીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા. દાંતા પોલીસ સ્ટેશનથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા દાંતા ના વિવિધ માર્ગો થી પસાર થઈને આઝાદ ચોક ખાતે પરિપૂર્ણ થઈ હતી. તો સાથે સાથે દાંતા ના પોલીસ જવાનો અને હોમગાર્ડ, ગ્રામજનો સહિત નેતાઓએ શહીદો ને નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.