રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ એકશન મોડમાં જોવા મળી રહી છે. તૈયારી બાબતે ભાજપ કોંગ્રેસ કરતા ગુજરાતના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવેલી આમ આદમી પાર્ટી એકશન મોડમાં જોવા મળી રહી છે હજુ ચૂંટણીને 5 મહિના જેટલો સમય છે તે પહેલા 10 ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરી ચૂકી છે જેને લઇ ભાજપ અને કોંગ્રેસ ભીંસમાં મુકાઇ છે ગુજરાતએ ભાજપનું ગઢ માનવામાં આવે છે પરંતુ આમ આદમી પાર્ટીને એન્ટ્રીથી તમામ પાર્ટીઓ ચિંતિંત જોવા મળી રહી છે એક બાદ એક કેન્દ્રીય સ્તરેથી નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, પોતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત તરફ પ્રયાણ કરી કરોડો રૂપિયા વિકાસના કાર્યોની ભેટ આપી જનતાને આર્કષી રહ્યા છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કરેલા સૂચક ટ્વીટને લઇ અન્ય પાર્ટીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ઝડપથી આગળ વધી રહી છે. અને ભાજપમાં  મુખ્યમંત્રીનો ચહેરો તરીકે અમિતશાહ ગુજરાતના રાજકારણ પ્રવેશે ત્યા સુધી કેજરીવાલે પોતાના ટ્વીટ જણાવ્યુ હતુ આગામી 15 ઓગસ્ટ હર ઘર તિંરગા અભિયાન હેઠળ રાષ્ટ્રપતિ ભવન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને બે દિવસનું રોકાણ કરશે આ બેઠકમાં આગામી 15 ઓગસ્ટ આઝાદી અમૃત મહોત્સવ અંગે બેઠકમાં ચર્ચા થશે તેમજ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગે બેઠકમાં કેન્દ્રીય સ્તરેથી માર્ગદર્શન પુરો પાડવામાં આવશે