લીંબડી ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ આવી પહોંચ્યો હતો જેમાં લીંબડી નગરપાલિકા ના પ્રમુખ બેલાબેન વ્યાસ તેમજ ચીફ ઓફિસર ટી.આર. ઝાલરીયા લીંબડી શહેર પ્રમુખ મુકેશ શેઠ,રઘુભાઈ તેમજ સભ્યો અને કાર્યકર્તા તથા બાળા દ્વારા તિલક કરીને પુષ્પમાળા કરી જિલ્લા વિકાસ રથ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાલ માં સમગ્ર ગુજરાત રાજ્ય માં વંદે ગુજરાત સરકાર ના 20 વર્ષ ની વિકાસ લક્ષી કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે લીંબડી ખાતે જિલ્લા વિકાસ રથ આવી પહોંચ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તેમજ ગુજરાત સરકાર ના 20 વર્ષ માં વિકાસ ગાથાને રજૂ કરતી વંદે ગુજરાત ફિલ્મ લોકો ને દેખાડવામા આવેલ કે 20 વર્ષ માં અવિરત વિકાસ ના કામો કરતા આવ્યા છીએ અને હાલ માં પણ કરી રહ્યા છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.