છેલ્લા કેટલાક સમયથી આંતકવાદી, ભાંગફોડિયા તત્વો ટુ વ્હીલ, થ્રી વ્હીલ તેમજ ફોર વ્હીલર વાહનોના ઉપયોગ કરતા હોવાનું જણાયેલ છે. આંતકવાદી કૃત્યમાં આવા વાહનોનો ઉપયોગ થયા બાદ આવા વાહનોની ઘણીવાર નોંધણી ન થયેલ હોવાને કારણે આરોપીઓ સુધી પહોંચવાનું તપાસ એજન્સી/પોલીસ માટે ખૂબ જ મુશ્કેલ બનતું જતું હોય છે. આવા વાહનોની લે-વેચ કરતી વખતે તેમજ આવા વાહનો ભાડે આપતી વખતે દુકાનદારો/એજન્ટો ખરીદનાર ગ્રાહક પાસેથી ઓળખના પુરતા પુરાવા મેળવ્યા વગર વાહનોનું લે-વેંચ કરતા હોય છે કે ભાડે આપતા હોય છે. બહારના જિલ્લા/રાજ્યોમાંથી અગર દેશ બહારની આવતા અસામાજિક તત્વો જુના વાહનોની લે-વેચ કે ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈને તેઓ ત્રાસવાદી પ્રવૃત્તિને અંજાર આપતા હોય છે. જેથી જૂના વાહનોના લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ/એજન્ટો ઉપર નિયંત્રણ મૂકવા જરૂરી હોવાનું જણાવી પોલીસ અધિક્ષક, જૂનાગઢ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત રજૂ કરેલ છે.
જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા માટે પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી કરાયેલ દરખાસ્ત વાજબી જણાય છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.જી.પટેલને મળેલ સત્તાની રૂએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના વાહનોની લે-વેંચ કરનાર તથા આવા વાહનોને ભાડે આપનાર વ્યક્તિઓએ વાહન કોને વેચેલ છે/કોની પાસેથી ખરીદેલ છે./કોને ભાડે આપેલ છે. તેનું પુરૂ નામ,(જાત)જ્ઞાતિ, ઉમર, સરનામુ, કોન્ટેનક નંબર, વાહનનો નંબર, પ્રકાર એન્જીતન નંબર, તથા ચેસીસ નંબર, રજુ કરેલ આધાર પુરાવા જેવા કે રેશનકાર્ડ/ડ્રાઈવીંગ લાયસન્સર, ચુંટણીકાર્ડ, બેન્કઆની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, ઈલેકટ્રીક બિલ, ટેલીફોનબીલ, ખરીદનાર પાસેથી તેમની સહીથી પ્રમાણીત થયેલ ઝેરોક્ષ નકલ મેળવીને ફાઈલ બનાવી રાખવી, વાહન કોને વેચેલ છે. કોની પાસેથી ખરીદેલ છે. કોને ભાડે આપેલ છે. તેનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સહિતનું રજીસ્ટર સ્થાનિક પોલીસ સ્ટેશનના સહી સિક્કા કરાવી નિભાવણી કરવાની રહેશે
આવા વેપારીએ દર મહિનાને અંતે આવા જૂના ખરીદ કરેલ/વેચેંણ/ભાડે આપેલ વાહનોની વિગતો પોલીસ અધિક્ષક, જૂનાગઢની કચેરી એ.સો.જી.શાખા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ – ૩૬૨૦૦૧ (ફોન નં.૦૨૮૫-૨૬૩૫૧૦૧)ખાતે માસના અંતે અચૂક રજૂ કરવાની રહેશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તા.૦૨/૦૯/૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ માંડવા માટે પોલીસે હેડ કોસ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે