વીરપુર ચોકડી પાસે કઠયાવાડી ઢાબા માં સીસીટીવી કેમેરા નહિ લગાવી જાહેરનામા નો ભંગ કરતા ફરિયાદ નોંધાઇ

ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદા દ્વારા કેટલાક જાહેરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ જાહેરનામાની કડક અમલવાડરી થાય તે માટે આમલેથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. દરમિયાન વીરપુર ચોકડી પાસે આવતા આ કામના બાપાસીતારામ કાઠીયાવાડી ઢાબાના માલિક દિનેશભાઈ વાઘજીભાઈ ઘીનૈયા હાલ રહે વિરપુર ચોકડી પાસે નાઓ એ પોતાના સંચાલન હેઠળ ના બાપા સીતારામ કાઠીયાવાડી ઢાબા ચલાવી સીસીટીવી કેમેરા નહીં લગાવી જિલ્લા મેજિસ્ટ્રેટ નર્મદાના જાહેરનામાનો ભંગ કરતા આમલેથા પોલીસે ઢાબાના સંચાલક દિનેશભાઈ વાઘજીભાઈ ઘીનૈયા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે....