સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં અને આઇ.પી.સી કલમ તથા પોક્સો એકટ કલમ-મુજબના કામે ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યા સાહેબ નાઓએ સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવીઝન માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.વી.પી.ચૌહાણનાઓ દ્વારા અત્રેના પો.સ્ટે.ના સર્વેલન્સ ટીમ નાઓને સુચના કરતા સર્વેલન્સ ટીમ દ્વારા ગણતરીના જ દિવસોમાં સદરહુ બનાવનાઅનુસંધાને આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢેલ છે.આ કામે ભોગ બનનારને આ કામનો આરોપી દશરથ ઉર્ફે ભાણો ધીરૂભાઇ રવજીભાઇ ધોળકીયા જાતે.ત.કોળી ઉ.વ.23 ધંધો-મિસ્ત્રીકામ રહે.રતનપર બાયપાસ માળોદ ચોકડી રજવાડી હોટલ સામે દ્વારકાધીશ કોમ્પલેક્ષ પાસે મકાન નં-7 તા.વઢવાણ જી.સુ.નગર મુળ રહે.ગામ.કોરડા તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાએ સગીરવયની હોવાનું જાણવા છતા લલચાવી ફોસલાવી લગ્ન કરવાના તથા બદકામ કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુન્હો કરેલ હોવાની હકીકત હોય જે અન્વયે અત્રેના પો.સ્ટે ખાતે સર્વેલન્સ સ્કોડ ટીમના હે.કો ધનરાજસિહ જસુભા તથા પો.કો રાજુભાઇ રાણાભાઇ નાઓને મળેલ બાતમી આધારે વાડી વિસ્તારમાંથી તા.જી.રાજકોટ ખાતે જઈ ભોગ બનનાર તથા આરોપીદશરથ ઉર્ફે ભાણો ધીરૂભાઇ રવજીભાઇ ધોળકીયા જાતે ત.કોળી મળી આવતા અત્રેના પો.સ્ટે ખાતે લાવવામાં આવેલ છે. અને હાલે આગળની તપાસ તજવીજ ચાલુમા છે.

Sponsored

देव क्लासेज व मून रेस्टॉरेंट - बूंदी

देव क्लासेज व मून रेस्टॉरेंट की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |