લાઠી પોલીસ ટીમે બાતમીરાહે
ભરત ઉર્ફે લાલો પુંજાભાઈ ડેર રહે.કરકોલીયા વાળાના રહેણાક મકાન તેમજ ફોર વ્હિલ કાર માથી અલગ અલગ બ્રાંડની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ કુલ મુદ્દામાલ કિ.રૂ.૩,૪૧,૬૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી હાજર નહિ મળી આવેલ ઈસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડવાનો બાકી આરોપીની વિગત
ભરત ઉર્ફે લાલો પુંજાભાઈ ડેર રહે.કરકોલીયા તા.લાઠી જી અમરેલી
પકડાયેલ મુદામાલ
(૧) માસ્ટર બ્લેન્ડર્સ સિગ્નેચર પ્રિમીયર ગ્રેઈન વ્હિસ્કી ૭૫૦ એમ.એલ.
(૨) ઓલ સિજન્સ ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હિસ્કી ૭૫૦ એમ.એલ. ની ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૬૦ કુલ કિ.રૂ.૪૧,૬૪૦/-
(૩) મારૂતી કંપનીની સ્વિફ્ટ કાર કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૩,૪૧,૬૪૦/-
આ કામગીરી.પો.ઇન્સ એમ.એ.આંબલીયા તથા એ.એસ.આઈ. જે.બી.કંડોળીયા તથા એ.એસ.આઈ. શક્તિસિંહ ગોહિલ તથા પો.કોન્સ. રમેશભાઈ કોતર તથા વિશ્વજીતસિંહ ગોહિલ તથા પો.કોન્સ. શૈલેષભાઈ કામળીયા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઈ ખાટરીયા એ રીતેના દ્વારા કરવામા આવેલ છે.
 
  
  
  
  
   
   
   
  