*પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ* 

રખડતા ઢોરની સમસ્યા,ટ્રાફિક ચલણ મેમોની ચુકવણી અને લોકઅદાલતના લાભો અંગે ચર્ચા કરાઈ

             જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,ગોધરાના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવશ્રી ડી.સી.જાનીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રખડતા ઢોરની સમસ્યા,ટ્રાફિક ચલણ મેમોની ચુકવણી, લોકઅદાલતના લાભો અંગે સબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરીને યોગ્ય નિરાકરણ અંગે મંથન કરાયું હતું.બેઠકમાં સભ્યોએ સકારાત્મક ચર્ચા કરી હતી.

           આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી, પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી,ગોધરા ટાઉન ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી,ગોધરા તાલુકા ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી,ચીફ ઓફિસર નગર પાલિકા-ગોધરા ઉપસ્થિત રહ્યા હતા. 

*રિપોર્ટર: અનવર સૈયદ