દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ‘ડિજિટલ ઇન્ડિયા’ નાં સૂત્રને સાર્થક કરવા ઓલપાડ તાલુકાનાં કારેલી ગામનાં સરપંચ રાકેશભાઈ હસમુખભાઈ રાઠોડ દ્વારા તલાટી કેતન જાસોલિયાની ઉપસ્થિતિમાં ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ 1 અને 2 માં અભ્યાસ કરતાં બાળકોને નિઃશુલ્ક ડિજિટલ સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સરપંચ રાકેશભાઈ રાઠોડે વિશેષમાં જણાવ્યું હતું કે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયાનાં સ્વપ્નને સાર્થક કરવા તમામ ક્ષેત્રોમાં ડિજિટલ ઉપકરણોનો ઉપયોગ કરવા દેશની જનતાને અપીલ કરી છે ત્યારે આ વાતથી પ્રેરાઇને પ્રથમ ચરણમાં ગામની પ્રાથમિક શાળાનાં બાળકોને ડિજિટલ સ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો મને આનંદ છે.આ તકે શાળાનાં આચાર્ય શ્રીમતી હંસાબેન પટેલે વડાપ્રધાનનાં આ અભિગમની સરાહના કરી ગામનાં સરપંચનાં કાર્યની પ્રશંસા કરી તેમને અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.