માણેકવાડા ગામે મેલડી માતાજીના મઢ પાસે ચોગાનમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે ચાર જુગારીઓ નાસી ગયા હતા. પોલીસે પકડાયેલા ચાર જુગારીઓ પાસેથી રોકડ રકમ 12,400નો મુદ્દામાલ કબજે કર્યા હતો. સાથે જ પોલીસે પકડાયેલા ચાર અને નાસી ગયેલા ચાર મળી કુલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ પોલીસને મળેલી બાતમીના આધારે માણેકવાડા ગામે રેઈડ કરતા પોલીસે મેલડી માતાજીના મઢના ચોગાનમાં જાહેરમાં જુગાર રમતા રાજેશભાઈ શીવાભાઈ કટોણા રહે.માણેકવાડા, હરખાભાઈ મેરાભાઈ રાવા રહે.માણેકવાડા, નવઘણભાઈ જહાભાઈ કટોણા રહે.માણેકવાડા, બુટાભાઈ ખીમાભાઈ કટોણા રહે. માણેકવાડા વાળાને રોકડ રકમ 12,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે ચંદુભાઈ જીવણભાઈ કોળી રહે. ઓળ, મકાભાઈ ભરવાડ રહે. સમથેરવા, રમેશભાઈ મુંધવા રહે. સમથેરવા, હકાભાઈ કોળી રહે.વાંકાનેર નાસી ગયા હતા. જોકે પોલીસે તમામ 8 આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.