ફતેપુરા તાલુકામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો વરસાદ ત્રીજી વાર ચાલુ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ અને સુકાતા પાકને વરસાદી પાણી મળતા પાકને જીવતદાન મળ્યું હતું. સમગ્ર તાલુકામાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ખેડૂતોએ પોતાના ખેતરમાં ખેતી અને રોપણી પણ કરી દીધી હતી. ત્યારે એકાએક વરસાદે વિરામ લેતા લાંબો સમય સુધી વરસાદ ન વરસતા ખેતરમાં વાવેલા પાકને પાણીની તાતી જરૂર હતી ત્યારે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. બીજી બાજુ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે લોકો હેરાન-પરેશાન થઇ ગયા હતા. ગરમીના કારણે લોકો પોતાના ઘરમાં એર કન્ડિશન અને પંખાઓને નીચે રહેવાનું પસંદ કરતા હતા ત્યારે અચાનક આવી પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક થઈ હતી.