છેલ્લા અઢી વર્ષથી અમરેલી જીલ્લાના ખાંભા પો.સ્ટે. તથા ભાવનગર જીલ્લાના બગદાણા પો.સ્ટે. ના ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા સાવરકુંડલાના દોલતી ગામનો લીસ્ટેડ આરોપી અરવિંદ ઉર્ફે કુંભો ઉર્ફે કુંભારીયો રણછોડભાઇ ચારોલીયા(ચાવડા) ને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી
વિગતઃ-
આ કામના આરોપી તથા તેના સાગરીતોએ એકસંપ કરી ગુનાહિત કાવતરું રચી અમરેલી જીલ્લાના ખાંભા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૨૭૨૧ ૦૧૩૪/૨૦૨૧ IPC ક. ૩૮૦ ૪૫૪ ૧૨૦બી ૩૪ વિ. મુજબ ખાંભાના પાટી ગામે બંધ મકાનની દિવાલ કુદી દરવાજાના નકુચા તોડી રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ કિ.રૂ. ૧,૯૯,૪૫૬/- ની ચોરી કરેલ તેમજ
ભાવનગર જીલ્લાના બગદાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન ૧૧૧૯૮૦૦૭૨૨ ૦૧૬૫/૨૦૨૨ IPC કે, ૩૮૦ ૪૫૪ ૧૧૪ વિ મુજબ કુંભારીયા ગામે બંધ મકાનની દિવાલ કુદી દરવાજાના નકુચા તોડી રોકડ રૂપિયા તથા સોના-ચાંદીના ઘરેણા મળી કુલ કિ.રૂ. ૧,૨૯,૫૦૦/- મતાની ચોરી કરેલ
આ કામે મજકુર આરોપી વિરુધ્ધ ખાંભા કોર્ટ તથા ભાવનગર જીલ્લાના નામદાર મહુવા કોર્ટ દ્વારા CRPC ક. ૭૦ મુજબનું વોરંટ ઇશ્યુ કરેલ જે કામે આરોપી આજદિન સુધી નાસતો ફરતો હતો.
ગુન્હો કરવાની M.O.- બંધ મકાનની દિવાલ કુદી દરવાજાના નકુચા તોડી ચોરી કરવી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે હિમકરસિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્વારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે
અન્વયે શ્રી એ એમ પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે કેજી.મયા (ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ કર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્વારા.
અમરેલી જીલ્લાના ખાંભા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૧૧૧૯૩૦૨૭૨૧ ૦૧૬૪૪૨૦૨૧ IPC ૬, ૩૮૦ ૪૫૪ ૧૨૦બી ૩૪ વિ તેમજ ભાવનગર જીલ્લાના બગદાણા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં ૧૧૧૯૮૦૦૭૨૨૦૧૬૧/૨૦૨૨ IPC ૪, ૩૮૦ ૪૫૪ ૧૧૪ વિ. મુજબના કામે
અમરેલી જીલ્લાના નાસતા ફરતા આરોપીને દોલતી ગામેથી તા.૨૬/૦૭/૨૦૨૩_ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ધટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે સોંપી આપેલ
પકડાયેલ આરોપી :-
અરવિંદ ઉર્ફે કુંભો ઉર્ફે કુંભારીયો રણછોડભાઇ ચારોલીયા(ચાવડા) ઉ.વ.-૨૨ રહે.મુળગામ દોલતી, દેવીપુજક વાસ, તા.સા.કુંડલા જી અમરેલી
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, હિમકરસિંહ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી પો.સબ.ઇન્સ. કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હિંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશીકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંધરવા, પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ, કૃપાબેન પટોળીયા વુ.પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.