સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા હાઇસ્કુલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કુલે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.પાટડી તાલુકાના બજાણા ગામે આવેલી શ્રી એમ.બી.પટવારી વિદ્યાવિહાર (હાઇસ્કુલ)માં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષના મહંમદરીઝવાન ગુલામભાઇ મોસાણી ઉપર સ્કુલમાં અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક કડાકા ભડાકા સાથે વીજળી પડતા એ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. આથી એને ગંભીર હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી નિલેશભાઇ પટેલ સહિતના સ્ટાફ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આ બનાવના પગલે શાળાના આચાર્ય સહિતનો પોલીસ સ્ટાફ, બજાણા સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના ગામ આગેવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं