સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બજાણા હાઇસ્કુલમાં વીજળી પડવાથી 16 વર્ષના વિદ્યાર્થીનું ચાલુ સ્કુલે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. બાદમાં 108 એમ્બ્યુલન્સ વાનમાં તાકીદે હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ.પાટડી તાલુકાના બજાણા ગામે આવેલી શ્રી એમ.બી.પટવારી વિદ્યાવિહાર (હાઇસ્કુલ)માં ધોરણ 10માં અભ્યાસ કરતા 16 વર્ષના મહંમદરીઝવાન ગુલામભાઇ મોસાણી ઉપર સ્કુલમાં અચાનક વરસાદી વાતાવરણ વચ્ચે અચાનક કડાકા ભડાકા સાથે વીજળી પડતા એ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. આથી એને ગંભીર હાલતમાં તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનના ઇએમટી નિલેશભાઇ પટેલ સહિતના સ્ટાફ દ્વારા પાટડી સરકારી હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો.જ્યાં સારવાર મળે એ પહેલા જ આ વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતુ. આ બનાવના પગલે શાળાના આચાર્ય સહિતનો પોલીસ સ્ટાફ, બજાણા સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના ગામ આગેવાનો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા. આ ગોઝારી ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચુંટણી પ્રચાર બન્યો વેગવંતો શોભનાબેન ને જીતાડવા
ચુંટણી પ્રચાર બન્યો વધુ વેગવંતો લોકસભા ઉમેદવાર શોભનાબેન ને જીતાડવા
ખેડબ્રહ્મા તાલુકા...
સાવરકુંડલા નાં લુવારા ગામ પાસે
આવેલા સુરજવડી સિંચાઈ યોજનામાં ૦.૫ મી નો ઓવરફલો
સૂરજવડીના નીચાણ વાળા વિસ્તારના દોલતી અને ધાંડલા
ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા...
કડીના વાત્સલ્ય ફ્લેટના પાર્કિંગમાં ચાઈનીઝ દોરીનો વ્યાપાર કરતો એક વ્યક્તિ 220 રીલ સાથે ઝડપાયો, એક વ્યક્તિ ફરાર
કડીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ વાત્સલ્ય ફ્લેટની અંદર પાર્કિંગના નીચે ચાઈનીઝ દોરીનું વેપાર ચાલી...
દિયોદર ની ૧૦ પ્રા. શાળા ના બાળકો ને તિથિ ભોજન અપાયું.
વર્તમાન સમયમાં વિવિધ શાળા કોલેજોમાં તિથિ ભોજન આપવામાં આવતું હોય ત્યારે...