આજરોજ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા વાહન ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન અંગે ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેની અંદર 211 જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા અને એની અંદરથી સાત થી આઠ જેટલા વાહનો ડિટેન કરવામાં આવ્યા જેમના પર ડોક્યુમેન્ટ હાજરના હતા. અને 35 જેટલા વાહનોને એનસીઓ આપવામાં આવી જે નંબર પ્લેટ ન હતી કે તૂટેલી હતી કે પછી રોંગ સાઈડ આવતા હતા. અંબાજી યાત્રાધામ ખાતે ટ્રાફિક નિયમોનું ચુસ્તપને પાલન થાય એ અનુસંધાને આજે ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેની અંદર અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા અકસ્માતો ઓછા કરી શકાય અંડર એજ ના વાહન ચાલકો ને ઘટાડી શકાય અને તેમને સંપૂર્ણ રીતે બંદ કરાવવા માટે આજે ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

*અંબાજી પીઆઇ ધવલ પટેલે લોકોને સંદેશો આપતા કહ્યું હતું કે* અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ નાગરિકોને જણાવવાનું કે અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો તમે નાના બાળકોને વાહન ચલાવવા માટે આપશો તો એના પર સતત કાર્યવાહી કરવામાં આવશે અને તેમના માતા પિતા પર પણ કાર્યવાહી કરવા મા આવશે .જેની તમામ તમામે નોંધ લેવી જોઈએ. આપણા વિસ્તારમાં કોઈ પણ આ રીતેના બનાવો ના બને તેના માટે આપના અંડર એજ બાળકોને વાહન ના આપવું જોઈએ ચલાવવા માટે .