બનાસકાંઠા જીલ્લાની જીવનદોરી સમાન બનાસ નદી ઉપર બાંધવામાં આવેલ દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી જતા ડેમ 85 % ઉપર ભરાઈ જતા તમાથી પાણી છોડવાનો ફર્ઝ પડે છે. ત્યારે તંત્ર દ્વારા અગાઉ થી સાવચેતીના પગલા રૂપે ઝાહેરનામુ બાહર પાડી તથા મીડીયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી હતી કે નદીમાં કોઇએ ઉતરવુ નહી છતાય લોકો પાણી જોઈ ભાન ભૂલી જતા હોય તેમ નદીમાં ઉતરે છે અને પોતાના જીવ ઝોખમમાં નાખે છે તેવોજ ફરી ઍક કીસ્સો દાંતીવાડા ડેમમાથી પાણી છોડ્યાને 24 નથી ત્યા સામે આવ્યો હતો દાંતીવાડા પુલ પાસે રવિવારે એક યુવક બનાસ નદીના પાણીમાં ડૂબી ગયો હતો. જ્યા પોલીસ તેમજ ફાયર ફાઈટરની ટીમ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દાંતીવાડા ડેમમાં પાણીની સપાટી વધતા શનિવારે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે દરમિયાન ડીસા તાલુકાના મહાદેવીયા ગામનો યુવક રવિવારે બપોરે ડેમ જોવા આવ્યો હતો. જે બનાસ નદીના પુલ પાસે પાણીમાં ડુબી ગયો હતો. જ્યાં દાંતીવાડા પી.એસ.આઈ સહિત ફાયર ફાયટરની ટીમ દોડી આવી હતી. અને યુવકની શોધખોળ હાથ ધરી હતી.