સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. જેનું રાજકોટ એફએસએલમાં પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકને ભારે હથિયારના ઘા મારીને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.ગત તા.6 જુલાઈના રોજ દુધરેજ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસેથી પોલીસને 28 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. બે-ત્રણ દિવસથી પાણીમાં હોવાથી લાશ ફુલાઈ ગઈ હતી. આથી પોસ્ટમોર્ટમ માટે લાશને રાજકોટ મોકલીને મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. મૃતકના ખીસ્સામાંથી થાનથી અમદાવાદની લોકલ ટીકીટ મળી આવી હતી. પોલીસે થાન રેલવે સ્ટેશન તથા બજારમાં તપાસ કરી હતી. પરંતુ મૃતકની ઓળખ આજ સુધી થઈ શકી નથી. દરમિયાન રાજકોટથી લાશનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યો હતો.તેમાં મૃતકને માથામાં તથા ગરદન પાછળ ભારે પદાર્થ મારવાથી મોત થયાનું ખુલ્યું હતુ. એક કે એકથી વધારે અજાણ્યા શખ્સોએ કેનાલ નજીક અથવા કોઈ જગ્યાએ યુવાનને માથામાં અને ગરદન પાછળ મારીને કેનાલમાં ફેંકી દીધો હોવાની શક્યતા પોલીસ દ્વારા મનાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं