મહુવા તાલુકાના બારતાડ ગામના 51 વર્ષીય પુરુષે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેવાની ઘટના બની હતી

    પ્રાપ્ત માહિતી અનુસાર મહુવા તાલુકાના બારતાડ ગામે મેડિયા ફળિયામાં રહેતા વિજયભાઈ ભાણાભાઈ હળપતિ છેલ્લા એક મહિનાથી માનસિક રીતે બીમાર હોય ત્યારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા ત્યારબાદ તેઓ ગામના જ ખારા ફળીયા ખાતે ખેતરમાં આંબાના ઝાડ પર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે મહુવા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.